GROW NATIVE GREEN FORUM

Section-8 A Licence No.11228

રાષ્ટ્રીય કક્ષાએ નોંધણી થયેલ બિન નફાકારક NGO છે.

વર્ષ – 2015 થી શરૂ થયેલ આ સંસ્થા સ્થાનિક વૃક્ષો વાવવાની પ્રવૃત્તિ કરે છે.

અત્યાર સુધીમાં સવા લાખ કરતા વધારે વૃક્ષો આ સંસ્થા દ્વારા વાવવામાં આવ્યા છે.GNGF ફક્ત દાન માંથી મેળવેલી રકમ દ્વારા આ સેવાયજ્ઞ કરી રહી છે.આ વર્ષથી આ સંસ્થા ઝાડ રોપીને તેને ત્રણ વર્ષ સુધી ઉછેરવાની જવાબદારી લેવા જઈ રહી છે ત્યારે સંસ્થાને હજી વધારે પ્રકૃતિપ્રેમી,પર્યાવરણ પ્રેમી સ્વયંસેવકોની જરૂરિયાત છે.તો આપ અથવા આપના સ્નેહીજનોને આ સંસ્થામાં જોડાવવા માટે અપીલ છે.

વર્ષ – 2025 માં અમોએ 25000 વૃક્ષોના કવચવન ( Urban Forestation) બનાવવાંનો સંકલ્પ કરેલ છે.

સુરત તેમજ સુરતની આજુબાજુના વિસ્તારમાં વડ,લીમડો,પીપળો,કરંજ,કાંચનાર,

અર્જુન સાદડ,બોરસલી,તણસ,ફણસ

ખાટી આમલી, આમળી,કેસુડો,સાગ

સીસમ,કડાયો,રાયણ,ખટુમરી,બિલી

કૈલાશપતિ, જાંબુડો, જમરુખી

સીતાફળ,આંબો,સેવન,બાવળ,શીમળો

ખીજડો,બોરડી,ગરમાળો, સિંદુરી

મહાગુણી,વાંસ,મહુડો જેવા વિવિધ પ્રકારના સ્થાનિક વૃક્ષો વાવી રહ્યા છીએ.

ફક્ત બે કલાકમાં 1000 વૃક્ષો વાવવાની હથોટી ધરાવનાર આ સંસ્થા

પર્યાવરણને લગતા બીજા પણ વિવિધ કાર્યો કરે છે.

આપ અમારી સંસ્થા સાથે નિ:શુલ્ક જોડાઈને આ સેવા યજ્ઞમાં તન, મન અને ધનથી પ્રકૃતિની સેવા કરી શકો છો.

Grow Native Green Forum ના instagram અને facebook પેજને લાઈક કરીને પણ જોડાઈ શકો છો.

વધારે માહિતી માટે સંપર્ક:

નરસિંહ જીંજાલા – 9408554969